રાજ્યના દરેક નાગરિકો નિરોગી, તંદુરસ્ત અને સુખમય જીવન જીવે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મુખ્યમંત્રીએ સુરત ખાતેથી ફીટ ઇન્ડીયા, ફીટ ગુજરાત સાયક્લોથોનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં સાયક્લોથોન કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ હતી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી સાયકલ રેલીને ફ્લેગઓફ કરાવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, સહિત આરોગ્ય કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તંદુરસ્ત રહેવા માટે યોગ અને વ્યાયામ કરો, સાયકલ ચલાવો, સાયકલનું ચક્ર આરોગ્ય જાળવીને જીવન ચક્રને ગતિશીલ રાખવા મદદરૂપ બને છે. સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગે રાજ્યમાં ૨૭૦૦ થી વધુ સ્થળોએ બીન ચેપી રોગોથી બચવાની જાગૃતિ કેળવવા સાયકલ અભિયાન યોજ્યું છે.