Tuesday, January 7, 2025
HomeGujaratસુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે થયેલ જૂથ અથડામણ મામલે પોલીસનો મોટો નિર્ણય : પીડિત...

સુરેન્દ્રનગરનાં સમઢિયાળા ગામે થયેલ જૂથ અથડામણ મામલે પોલીસનો મોટો નિર્ણય : પીડિત પરિવારને અપાશે પ્રોટેકશન

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અનુસૂચિત જાતિના સગા બે ભાઈની હત્યા થઈ છે. ઘટનાને પગલે પોલીસનાં ધાડેધાડાં ઉતારવામાં આવ્યાં છે. તેમજ બનાવને પગલે પીડિત પરિવાર દ્વારા પોલીસ સમક્ષ પોતાની સુરક્ષા માટે અમુક માંગો મૂકી હતી. જે મંગો સ્વીકારી પોલીસ દ્વારા બાહેંધરી આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા પારૂલબેન ખોડાભાઇ પરમારને મુદાસર માંગણીઓ મુજબ બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, આ ગુન્હાના કામે પકડવાના બાકી તમામ આરોપીઓને સત્વરે પકડી લેવામાં આવશે. સરકારી ખર્ચે ફરીયાદીના કુટુંબના માણસોને કોર્ટ મુદત દરમ્યાન પોલીસ પ્રોટેકશન આપવામા આવશે. ફરીયાદીના કુટુંબના માણસોને ખેતરમાં આવવા જવા માટે હથીયારધારી પોલીસનુ પ્રોટેકશન આપવામા આવશે. અને વાડીએ પોઇન્ટ આપવામાં આવશે. આ ગુન્હાના કામે એટ્રોસીટી એકટ કલમ-૪ મુજબ કાર્યવાહી કરવામા આવશે. ફરીયાદીના પરીવારના માણસોને અમદાવાદ શહેરના ચાંદખેડા તેમજ વાડજ ખાતે રહેણાંક મકાને પોલીસ પ્રોટેકશન આપવા માટે કાર્યવાહી કરવામાં આવશે. પુખ્ત ઉંમરના સ્ત્રી, પુરૂષોને તેમની માંગણી મુજબ કુટુંબદીઠ લાયસન્સ આપવામાં આવશે. આ કેશ ફાસ્ટ્રેક કોર્ટમા ચલાવવામા આવશે. દલાભાઇને જરુરી પોલીસ પ્રોટેકશન આપવામા આવશે. ફરીયાદી તેમજ તેમના પરીવારના માણસોને આ તમામ મુદાસરની બાંહેધરી આપવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!