ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે અને કેટલાંય લોકો ગંભીર ઇજાના કારણે અપંગતા ભોગવી રહ્યાં છે. ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટમાં SITરિપોર્ટ રજુ કરવામાં આવી છે. જેમાં મોટો ધડાકો થયો છે. બ્રિજનું સંચાલન કરનાર અને સમારકામ કરનાર જવાબદાર હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મોરબી દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં નીમવામાં આવેલ SITએ હાઇકોર્ટમાં ૨૦૦૦ પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. SIT દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઘટના માટે ઓરેવા કંપનીનાં જયસુખ પટેલ, દિનેશ દવે, દીપક પારેખ લોકો જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે. બ્રિજ પર જવા માટે નિર્ધારીત સંખ્યાના જવા માટે રોક ની વ્યવસ્થા ન હોતી તેમજ ટિકિટ વેચાણની સંખ્યા પર કોઈ પ્રતિબંધ ન હતો. અને બ્રિજ પર સુરક્ષાના સાધનોનો પણ અભાવ હોવાનો SIT ના રીપોર્ટમાં ખુલાસો થયો છે. તેમજ આરોપી જયસુખ પટેલ સામે 302 ની કલમ લગાડવા પણ ભલામણ કરવામાં આવી છે. જેને લઇ આગામી સમયમાં ઓરેવાના માલિક જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.