Monday, November 18, 2024
HomeGujaratગુજરાતમાં ફરી થઈ મોટી આતંકી હલચલ : પોરબંદરમાં ATSએ પાંચ શખ્સોની કરી...

ગુજરાતમાં ફરી થઈ મોટી આતંકી હલચલ : પોરબંદરમાં ATSએ પાંચ શખ્સોની કરી ધરપકડ

ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેના બાદ પોરબંદરથી એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ATSના ડીઆઇજી દિપેન ભદ્રન સહિતના અધિકારીઓના ગઇકાલથી પોરબંદરમાં હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ ૦૯ મી જુન ૨૦૨૩ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ અટકાયત કરાયેલ વ્યક્તિઓ ઉબેદ નાસિર મીર (રહે, ૯૦ ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર), હનાન હયાત શૉલ (રહે. ૯૦ ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર) અને મોહમ્મદ હાજીમ શાહ (રહે. ઘર નંબર પર ૫૩, નરીબલ, સીરા, શ્રીનગર) છે. આ વ્યક્તિઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા. તેઓની વિગતવાર પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, અન્ય બે વ્યક્તિઓ, ઝુબેર અહેમદ મુનશી (રહે, અમીરા કદલ, શ્રીનગર) અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક (રહેવાસી ૧૦૩, બેગ-એ- ફિઝા એપાર્ટમેન્ટ, સૈયદપુરા સુરત) પણ ISKPના આ જ મોડ્યુલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ. અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સંઘન સર્ચ કરવામાં આવી હતી. જેમાં ISRPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ‘વોઈસ ઓફ ખોરાસન’ વગેરે મળી આવ્યા હતા.

સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પુછપરછમાં, તેણીએ ખુલાસો કર્યો છે કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી. પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર)ને બાયા’હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયાની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે. તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે. તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે, તેઓને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા, જ્યાં તેઓને ધો (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા. જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISP વતી તેના આતંકવાદી કુત્યમાં ભાગ લેવાનો હતો અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વિડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો. આ મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે પાંચેય આતંકીઓ વિરુદ્ધ અનલોકુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહ અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેકની ધરપકડ કરવામાં આવી છે અને ઝુબેર અહેમદ મુનશીને શોધવાના પ્રયાસો ચાલુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!