મોરબીમાં ચકચારી સર્વે નંબર ૬૦૨ ને કેસમાં મોરબીમાં સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલા સહિત બે વ્યક્તિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ હતી જેની ઝીણવટભરી તપાસ ડીવાયએસપી પી. એ.ઝાલા ચલાવી રહ્યા હતા ત્યારે હવે આ કેસમાં નવો વણાંક આવ્યો છે.
આ કેસમાં જે બે આરોપી છે સાગર ફુલતારીયા અને શાંતાબેન પરમાર તે બંને માંથી એક પણ આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી તેમજ સાગર ફુલતરિયા એ આ કેસમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે મોરબી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ શાંતાબેન પરમાર નામની મહિલા આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં પોતે અભણ હોય અશિક્ષિત હોય જેથી તેઓને કાઈ ખબર નથી અને તેઓએ અંગુઠા કરી આપ્યા હતા અને તેઓ અભણ હોવાથી આ કૃત્ય થયેલ હોય જેથી તેઓ નિર્દોષ છે તેવું કબૂલાત સાથે સોગંદનામું રજૂ કર્યું હતું.ત્યારે આ કેસમાં ફરિયાદ થયા પહેલા અરજી થઈ હતી અને ત્યારથી જ મોરબીના હોનહાર ડીવાયએસપી પી. એ.ઝાલા આ કેસની તપાસ સંભાળી રહ્યા હતા અને હાલમાં પણ આ કેસની ઝીણવટભરી તપાસ ડીવાયએસપી પી. એ.ઝાલા કરી રહ્યા હતા ત્યારે હવે આ કેસ સીઆઇડી ક્રાઇમ ને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે ત્યારે હવે આગામી સમય માં આ કેસમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ મળી રહ્યા છે.