Wednesday, September 18, 2024
HomeGujaratટંકારા રાજકોટ હાઇવે પર બંધ ટ્રક સાથે બાઈક ધડાકાભેર અથડાયું : બેનાં...

ટંકારા રાજકોટ હાઇવે પર બંધ ટ્રક સાથે બાઈક ધડાકાભેર અથડાયું : બેનાં મોત

મોરબીમાં વધતા જતા અકસ્માતોના બનાવો ચિંતાનું કારણ બન્યા છે. ત્યારે ગત તા-૦૪/૧૧/૨૦૨૨નાં રોજ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બંધ ટ્રકની પાછળ ધડાકાભેર બાઈક અથડાતા બાઈક સવાર બંને આધેડનાં મોત નીપજ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં કોળીવાસમાં રહેતા રાધવજીભાઇ લીંબાભાઇ જિંઝવાડીયા નામના આધેડ પોતાની જી.જે ૩૬ એ ૨૬૬૧ નંબરની હીરો ડીલક્ષ બાઈક લઈ ટંકારા રાજકોટ હાઇવે પર વિનોદભાઇ રામજીભાઇ દંતેસરિયા સાથે જતા હતા. ત્યારે પોતાની બાઈક રાધવજીભાઇએ પુરપાટ ઝડપે ચલાવી આગળ રોડની સાઇડમાં ઉભેલ બંધ ટ્રકની પાછળની સાઈડ ભટકળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથે રહેલ વિનોદભાઇ રામજીભાઇ દંતેસરિયાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!