મોરબીના હળવદ હાઇવે ઉપર ઘુટુ ગામ નજીક વધુ એક અકસ્માતના બનાવમાં હોટલ સંચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં સ્વીફ્ટ કારના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી સામેથી આવતા બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેને તુરંત સારવાર અર્થે મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી સ્વીફ્ટ કારનો ચાલક સ્થળ ઉપર કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવમાં મૃત્યુ અંગે મૃતકના પુત્રની ફરિયાદને આધારે તાલુકા પોલીસે કાર ચાલક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ચામુંડા હોટલમાં રહેતા મૂળ બોટાદ જીલ્લાના કાનીયાડ ગામના વતની પ્રવીણભાઈ નાથાભાઇ કાલીયા ગઈ તા.૦૭/૦૨ના રોજ રાત્રીના સાડા દસ વાગ્યા આજુબાજુ ઘુટુ ગામથી પોતાની ચામુંડા હોટલે બજાજ ડિસ્કવર મોટર સાયકલ રજી. નં. જીજે-૦૩-ડીએ-૫૭૬૩ લઈને આવતા હોય તે દરમિયાન પ્રવીણભાઈ ઘુટુ ગામથી ઉંચી માંડલ ગામ વચ્ચે નેકસીઓન સીરામીક સામે રોડ ઉપર પહોંચ્યા હોય ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૨૨૦૬ ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી પ્રવિનભસીના બાઇકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં પ્રવીણભાઈ મોટર સાયકલ સહિત રોડ ઉપર પટકાયા હતા, જેથી તેઓને સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં પ્રવિનભાઈને પગ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હોવાનું જણાવી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી પ્રવિણભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અકસ્માત સર્જી સ્વીફ્ટ કાર રેઢી મિકી નાસી જનાર કાર ચાલક વિરુદ્ધ મૃતકના પુત્ર વિપુલભાઈ પ્રવીણભાઈ કાલીયા એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટક કરવા આગળની તપાસ ચલાવી છે.