Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેર જીઆઇડીસી નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મોત

વાંકાનેર જીઆઇડીસી નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મોત

મોરબીમાં અકસ્માતોનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમુક અકસ્માતો એવા ગંભીર હોય છે કે તેમાં લોકોને પોતાનો જીવ પણ ગુમાવો પડતો હોય છે. ત્યારે વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આઇવા ડમ્પર ચાલકે મોટર સાઇકલને હડફેટે લેતા મોટર સાઇકલ ચાલકનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમા કુભારપરા રમણભાઇની વાડી વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ મોહનભાઇ બોસીયા ગઈકાલે પોતાની જી.જે.૩૬ એ.ડી.૨૬૯૦ નંબરની મોટર સાઇકલ લઈ વઘાસીયા ટોલનાકાથી આગળ જી.આઇ.ડી.સી.ના નાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે નેશનલ હાઇવે રોડ પર નંબર વગરનુ આઇવા ડમ્પર તેના ચાલકે પુરપાટ ઝડપે ચલાવી ભાવેશભાઇની મોટર સાઇકલ સાથે ભટકાળતાને માથાના ભાગે તથા ડાબી બાજુના કાનના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે નબર વગરના આઇવા ડમ્પરનાં ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૦૪-A તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!