Thursday, January 23, 2025
HomeGujaratવાંકાનેરના સરતાનપર રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત:ટ્રક ચાલક...

વાંકાનેરના સરતાનપર રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત:ટ્રક ચાલક ફરાર

મોરબીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ પર બાઈક લઈને જતા વ્યક્તિને બેફામ ટ્રકે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી વિગતો અનુસાર, મોરબી જિલ્લાનાં વાંકાનેરના સરતાનપર રોડ પર જીજે-૧૦-એકયુ-૧૭૪૪ ગાડી નંબરનો સ્પલેન્ડર પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન કાચા રસ્તા પર પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઈક સવારને હડફેટે લીધો હતો. ત્યારે અકસ્માત સર્જાતા બાઈક સવાર ફંગોળાઈ ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને કારણે તેને હોસ્પિટલ લઈ જતા ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી જતા મૃતકના પરિવારજનોએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!