Sunday, December 29, 2024
HomeGujaratમોરબીના પીપળીયા ગામ નજીક ટ્રક હડફેટે બાઇક ચાલક ખેતશ્રમિકનું મોત

મોરબીના પીપળીયા ગામ નજીક ટ્રક હડફેટે બાઇક ચાલક ખેતશ્રમિકનું મોત

મોરબીના પીપળીયા ગામ નજીક માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી અને ગફલાતભરી રીતે ચલાવી રોડ ઉપર જઈ રહેલા હોન્ડા બાઇકને હડફેટે લેતા બાઇક સવાર ખેત-શ્રમિકને શરીરે તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ એમપી રાજ્યના વતની હાલ તાલુકાના મોડપર ગામે વાડી-ખેતરમાં કામ કરતા દીલીપભાઇ નથુભાઇ ડામોર ઉવ-૪૬એ તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે ટ્રક રજી.નં. જીજે-૦૩-બીઝેડ-૮૨૫૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૪/૧૦ના રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ફરિયાદીનો ભાઈ સમરીયાભાઇ નથુભાઇ ડામોર ઉવ.૪૪ રહે.મોડપર મુ.રહે-(એમ.પી) વાળા પોતાનુ હોન્ડા નં- એમપી-૧૧-બીસી-૩૪૯૧ લઇને જતા હતા ત્યારે ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક સમરીયાભાઈને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ઉપરોક્ત ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!