મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ મામાદેવના મંદિર થી દશામાંના મંદિર વચ્ચે આવેલ રોડ ઉપર બોલેરો રજી. જીજે-૩૬-ટી-૯૮૮૩ ના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવી બાઈક રજી.નં. જીજે-૦૩-ડીપી-૧૦૧૩ને ઠોકરે ચડાવતા બાઈક ચાલક નીચે પટકાતા તેને માથાના પાછળના ભાગે ઇજા તેમજ પગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો જતા થયેલ અકસ્માત મામલે ઈજાગ્રસ્ત યુવકના પિતા જીતેન્દ્રભાઈ મણીરામભાઈ રામાવત રહે.નાની વાવડી શીવ ગંગા સોસાયટીએ દ્વારા મોરબી એ ડિવિઝનમાં ઉપરોક્ત બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.









