મોરબીમાં વધુ એક બાઇકની ચોરી થયા અંગેની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં સરદાર બાગ સામે ભરાતી શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયેલ યુવકે પોતાનું પાર્ક કરેલ બાઇક અજાણ્યા વાહન ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા હોવાનો બનાવ બનવા પામ્યો છે, હાલ એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ મનુ પાર્ક ફિદાઈ પાર્કમાં પ્લોટ નં.૧૩ માં રહેતા અમીનભાઈ આશકઅલી જીવાણી ઉવ.૩૫ ગઈ તા.૧૪/૦૨ ના રોજ સવારના સાડા સાત વાગ્યાના આસપાસ શનાળા રોડ સરદાર બાગ સામે ભરાતી શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા ત્યારે અમીનભાઈએ પોતાનું બજાજ કંપનીનું સિલ્વર-કાળા કલરનું પ્લેટીના રજી.નં. જીજે-૩૬-એડી-૯૦૬૮ વાળું બાઇક સરદાર બાગ સામે શાક માર્કેટ નજીક પાર્ક કર્યું હતું ત્યારે તે જગ્યાએથી કોઈ અજાણ્યો વાહન ચોર ઈસમ બાઇકની ચોરી કરી લઈ ગયો હોય જેથી બાઇક ચોરી અંગે અમીનભાઈ દ્વારા પ્રથમ ઇ-એફઆઈઆર બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચોરી અંગે અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.