હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ ઉવ.૬૦ એ ગઈકાલ તા.૦૯/૦૭ના રોજ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-એમએમ-૭૨૫૩ રણમલપુર ગામમાં દેવકરણભાઈ પટેલના ઘર પાસે શેરીમાં પાર્ક કર્યું હોય તે બાઇક કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા તે જગ્યાએથી ચોરી કરી લઈ ગયા હતા, ત્યારે મોટર સાયકલ ચોરીના બનાવ અંગે પુનાભાઈ રાઠોડે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.