વાંકાનેર ટાઉનમાં રહેતા હિરેનગીરી મનસુખગીરી ગૌસ્વામી ઉવ.૪૦ કલ્યાણ જ્વેલર્સમાં ફિલ્ડવર્કનું કામ કરતા હોય જેથી ગઈ તા.૧૭/૧૦ના રોજ હિરેનગીરીએ પોતાનું હીરો એચ એફ બાઇક રજી.નં. જીજે-૩૬-પી-૨૨૫૧ લઈને વાંકાનેર વીસીપરા કન્યાશાળા ખાતે પોતાના મિત્રને સોનામાં આવેલ સ્કીમ સમજાવવા ગયા હોય ત્યારે પોતાનું બાઇક કન્યા શાળા સંકુલ બહાર પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ ચોર ઈસમ ઉપરોક્ત બાઇક ચોરી કરી લઈ ગયો હોય જેથી હિરેનગીરી ગૌસ્વામી દ્વારા પ્રથમ ઇ-એફઆઈઆર બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ચોરીમાં ગયેલ બાઇક અંગે શોધખોળ શરૂ કરી છે.