Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના આયુષ હોસ્પીટલ વિસ્તારમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબીના આયુષ હોસ્પીટલ વિસ્તારમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબીમાં બાઈક ચોરાતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના આયુષ હોસ્પીટલ વિસ્તારમાંથી વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગુજરાત હાઉસિંગબોર્ડ છોટાલાલ પેટ્રોલપંપ વાળી શેરી રામજીમંદીર પાસે રહેતા પ્રજેશભાઇ ભુપતભાઇ પઢારીયા નામના યુવકે ગત તા.૧૫/૯/૨૦૨૨ ના પોતાની GJ-03-HP-4134 નંબરની હોન્ડા સાઇન ન્યુ બાઈક મોરબી આયુષ હોસ્પીટલની સામે પાર્ક કરી હતી અને ત્યાંથી પોતાના કામ અર્થે ગયા હતા. જે બાદ તેઓએ પરત આવી જોતા તેમને પોતાની બાઈક સ્થળ પર મળી આવી ન હતી. જે બાદ તેઓએ આસપાસમાં તપાસ કરતા પણ બાઈક ન મળતા આખરે તેઓએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!