મોરબીમાં બાઈક ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોરબી તાલુકાનાં ઉંચી માંડલ ગામે આવેલ રાજપુત શેરીમાંથી બાઈક ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મંડપ સર્વિસનો ઢાંઢી કરતા અને માંડલ ગામે પરમાર શેરીમાં રહેતા અજુભા માવુભા પરમાર નામના શખ્સની GJ.36.AB.6621 નંબરની હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ગત તા.૦૪/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રિનો લાભ ઉપાડી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો, તેમજ ટપુભા માવુભા પરમારનું GJ.03.DL.3055 નંબરનું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાકયલ ચોરી કરી જતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૩૭૯ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે.