Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ટ્રક હડફેટે બાઇકસવાર યુવકનું મોત

મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ટ્રક હડફેટે બાઇકસવાર યુવકનું મોત

મોરબીમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસેથી સામે આવી છે. જેમાં એક ટ્રક ચાલકે બાઈક ચાલક યુવકને હડફેટે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ટીંબડી ગામના પાટિયા આગળ ટાટા શો-રૂમની બાજુમાં કિરીટભાઈ શિવલાલભાઈના નવા બનતા શોપિંગમાં રહેતા રાકેશભાઈ રામુભાઈ ચોહાણ નામના યુવકના પિતા રામુભાઈ ભંગડાભાઈ ચોહાણ ગત રોજ પોતાનું MP-46-MP-5748 નંબરનું હોન્ડા(સાઈન) બાઈક લઈ ટીંબડી ગામના પાટિયા આગળ ટાટા શો-રૂમની સામે હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-12-AY-3095 નંબરના ટ્રકના ચાલકે પોતાનું ટ્રક કન્ટેનર પુરપાટ ઝડપે ચલાવી યુવક જયારે રોડ ક્રોસ કરતો હતો. ત્યારે તેને હડફેટે લેતા રામુભાઈને માથામાં ડાબા હાથમાં જમણા પગમાં તેમજ શરીરે ગંભીર ઈજા થતા સ્થળ પરજ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે આરોપી ટ્રક ચાલક પોતાનું વાહન લઈ સ્થળ પરથી ફરાર થઈ જતા તેના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!