Wednesday, September 18, 2024
HomeGujaratવાંકાનેર મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર મોરબી હાઇવે પર સિરામિક ફેકટરી પાસે બેફિકરાઈ થી ચલાવતા ટ્રેકટર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાદ સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર મોરબી હાઇવે પર એક્સલ સિરામિક ફેકટરી નજીક આ કામના આરોપીએ પોતાના હવાલા વાળુ આઇશર કંપનીનુ ટ્રેક્ટર ચેસીસ નં- 930714178652 તથા એન્જીન નં.- S324F35493 તથા પાછળ જોડેલ ટ્રોલીના નંબર GJ-20-T-6142 વાળુ હાઇવે રોડ ઉપર લેન સાઇડ બદલાવવા માટે પાછળ જોયા વગર ઝડપથી બીજી સાઇડમા લેતા પાછળથી આવતા ફરીયાદીના ભાઇ મરણજનારનુ કાળા કલરનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ચેસીસ નં.– MBLHAW129M5M02465 તથા એન્જીન નં. HA11EDM5M51544 વાળુ આ ટ્રેક્ટરની પાછળ જોડેલ ટ્રોલીના પાછળના ભાગે ભટકાઇ જતા શરીરે ઇજા થતા મરણ ગયેલ હોય અને ટ્રેક્ટર ચાલક પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર રોડ ઉપર રેઢુ મુકી નાશી ગયા હતા ત્યારે આ અંગે મરણજનાર ના ભાઈ પરવેજભાઈ અનવરહુશેન નાનાણી એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!