Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રોંગ સાઈડમાં આવતી બોલેરચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું...

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રોંગ સાઈડમાં આવતી બોલેરચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પરથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બોલેરો પીકઅપ ગાડીના ચાલકે રોંગ સાઈડમાં આવી સામેથી આવતી મોટર સાઇકલ ચાલકને હડફેટે લેતા મોટર સાઇકલ ચાલક કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી ફરાર થયો હતો. જેને લઇ મોરબી તાલુકા પોલીસ મથકે ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪, ૧૧૯ મુજબ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર મનિષ સિરામિક કારખાના નજીક મકનસર ચોકી પાસેથી  માધવભાઇ ભરતભાઇ સોલંકી નામનો કિશોર પોતાનું GJ-36-AA-9272 નંબરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે GJ-01-BT-9277 નંબરની બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી રોંગ સાઇડમા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ચલાવી આવી સામેથી આવતા માધવભાઇ ભરતભાઇ સોલંકીના સાઇડમાંથી તેને હડફેટે લઇ મોટર સાઇકલ સાથે રોડમા પાડી દઇ શરીરે ગંભીર ઇજા પહોંચાડતા કિશોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી ફરાર થયો હતો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!