Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરના મેસરીયા ગામ નજીક આઇસરની ઠોકરે બાઇક ચાલક ઘાયલ

વાંકાનેરના મેસરીયા ગામ નજીક આઇસરની ઠોકરે બાઇક ચાલક ઘાયલ

૧૨ દિવસ અગાઉ હિટ એન્ડ રનના બનાવમાં આઇસર ચાલક સામે નામજોગ ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ભલગામ અને મેસરીયા ગામના બોર્ડ પાસે હાઇવે રોડ ઉપર પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આઇસર ચાલકે બાઇકને હડફેટે લઈ સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. જે અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં તથા પાસળીઓના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી ત્યારે ઇજાગ્રસ્તના પુત્ર દ્વારા આઇસર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે. વધુમાં આઇસર ચાલક સામે તબીબી ખર્ચ આપવા બાબતે સમાધાનની વાતચીત ચાલુ હોય ત્યારે તબીબી ખર્ચ નહીં આપતા ફરિયાદ મોડી નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર વાંકાનેરના વીસીપરામાં રહેતા મયુરભાઈ રામજીભાઈ ડાભી ઉવ.૨૪એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી આઇસર ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવી ઉવ.૨૨ રહે.હાલ સોમનાથ હોટલ રંગપર ગામની સીમ પાસે તા.વાંકાનેર મુળગામ રિંગોલા ખીચડીયા કા જોખા ફળીયા(એમ.પી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૦/૦૮ના રોજ સાંજના સમયે ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ સ્પુન વેબ નામના કારખાના પાસે આઈશર રજી નં. જીજે-૩૬-વી-૩૬૧૧વાળુ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પિતાના બાઇક રજી.નં. જઈને-૦૩-કેએસ-૫૦૩૮ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રામજીભાઈ દેવશીભાઈ ડાભીને ખંભા ઉપર તથા પાંસળીના ભાગે ફેકચર કરી તેમજ માથાના ભાગે ઈજા કરી આઈશર ચાલક પોતાના હવાલાવાળુ વાહન લઈ સ્થળ ઉપરથી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી આઇસર ચાલકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!