Friday, January 10, 2025
HomeGujaratમોરબીના મકનસર નજીક બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાઈ બાઇકને હડફેટે લેતા બાઈક...

મોરબીના મકનસર નજીક બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાઈ બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામ નજીક પુરપાટ ગતિમાં આવતી કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. ત્યારે રોડની કટમાં ઉભેલ બાઇકને ઠોકરે ચડાવતા, બાઈક ચાલકને પગમાં, નાક તથા આંખ નીચે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચતા બનાવ બાબતે કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના કરમદી-ચીંગરીયા ગામના રહેવાસી હાલ મકનસરના સીતારામનગરમાં રહેતા નીતિનભાઈ જેન્તીભાઈ સગારકા ઉવ.૨૬ એ સફેદ કાર રજી. જીજે-૩૩-બી-૧૩૯૮ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૫/૦૩ના રોજ સવારના આશરે ૮.૦૦ વાગ્યે આરોપી સફેદ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેદરકારીરીતે ચલાવતા કાર બેકાબુ બની હાઇવે રોડની વચ્ચેના ભાગે આવેલ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારે ડિવાઈડરમાં ખોડેલ થાંભલા સાથે ભટકાતા રોડની કટમા બાઈક રજી.જીજે-૧૧-સીએ-૪૩૫૮ લઈને ઉભેલ નીતિનભાઈ ને બાઈક સહીત હડફેટે લીધા હતા. જેમાં નીતિનભાઈને કારની ઠોકર લાગતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેથી નીતિનભાઈને પગમાં, નાકના ભાગે તથા આંખની ઉપર ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી ત્યારે અકસ્માતના બનાવની તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!