માળીયા(મી) હાઇવે રોડ ઉપર આવેલ હોનેસ્ટ હોટલની સામે પલ્સર બાઈક સવાર બે યુવકોને ટ્રેઇલરે હડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેઠેલ યુવકને માથામાં અને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિ. માં ખસેડેલ છે.સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર માળીયા તાલુકાના અંજીયાસર ગામના રહેવાસી બે યુવક ગત તા.૦૫/૦૨ના રોજ સંબંધીનું પલ્સર બાઈક રજી. જીજે-૨૭-બીસી-૧૫૭૫ આપવા અંજીયાસરથી માળીયા(મી) જતા હોય ત્યારે માળીયા હાઇવે ઉપર આવેલ હોનેસ્ટ હોટલ સામે પહોંચતા ટ્રક ટ્રેઇલર રજી.આરજે-૦૭-જીઈ-૨૮૪૭ના ચાલકે પોતાના હવાલવાળું ટ્રક ટ્રેઇલર પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે ચલાવી પલ્સર બાઇકને હડફેટે લીધું હતું. ત્યારે બાઈક ચાલક યુવકને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે બાઈક પિછાની સીટ ઉપર બેસેલ યુવકને માથામાં તથા બંને પગે ઈજાઓ પહોંચતા તેને પ્રથમ માળીયા સરકારી હોસ્પિટલ ત્યાંથી વધુ સારવારમાં મોરબી સિવિલ હોસ્પિ.માં રીફર કરવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતકના ભાઈ ફારૂકભાઇ નીઝામભાઇ મોવર ઉવ.૨૭ રહે.ગામ-જુના અંજીયાસર તા.માળીયા મી.એ ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ માળીયા(મી) પોલીસે ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.