Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેરમાં ખટારાએ બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકનું મોત : એકની હાલત...

વાંકાનેરમાં ખટારાએ બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકનું મોત : એકની હાલત ગંભીર

વાંકાનેરમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટનાં સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ખટારાએ મોટરસાઇક્લને હડફેટે લેતા મોટરસાઇકલ સવાર બે યુવકો ફંગોળાયા હતા. જેના કારણે એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક ગંભીર રીતે ઘવાતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં મકતાનપર ખાતે રહેતા સવજીભાઇ ભગવાનભાઇ રાણેવાડીયાનો દીકરો વિક્રમભાઇ સવજીભાઇ રાણેવાડીયા (રહે.મકતાનપર તા.વાંકાનેર) પોતાની વાડીની બાજુમા વાડી વાળા સુરેશભાઇ કરમશીભાઇ કેરવાડીયા (રહે.આણંદપર તા.વાંકાનેર)ના GJ-36-A-9467 નંબરનાં સાથે મોટરસાઇકલ લઇ વાંકાનેર ખાતર લેવા આવેલ ત્યારે સુરેશભાઇ મોટરસાઇકલ ચલાવતા હોય અને જીનપરા રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મોરબી તરફથી આવતા જીજે-૧૦-ડબલુ-૫૯૭૦ નંબરનાં ખટારાના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને બેદરકારી રીતે ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના દિકરાને તથા સુરશભાઇને મોટરસાઇકલ સહીત રોડ ઉપર ફંગોળાઇ જતા અકસ્માત સર્જતા ફરિયાદીના દિકરાને છાતીના ભાગે તથા બંને હાથે તથા સુરેશભાઇને ડાબા હાથે તથા માથાના ભાગે તથા શરીરે છલાયેલ તેવી ગંભીર ઈજા થવાના કારણે વિક્રમભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!