Sunday, December 22, 2024
HomeGujaratટંકારાના મિતાણા નજીક હાઇવે રોડ ઉપર કારની ઠોકરે બાઇક સવાર પ્રૌઢનું મોત

ટંકારાના મિતાણા નજીક હાઇવે રોડ ઉપર કારની ઠોકરે બાઇક સવાર પ્રૌઢનું મોત

હીટ એન્ડ રનની ઘટનામાં અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાછળ આવતા અન્ય બાઇક સવાર બે યુવક ઇજાગ્રસ્ત

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મિતાણા ગામે વ્યવહારિક કામ પૂર્ણ કરી બે અલગ અલગ મોટર સાયકલ પરત જઈ રહેલા રાજકોટના પિતા બે પુત્રો તથા જમાઈને મિતાણા નજીક આવેલ દિવ્યશક્તિ બહુચરધામ મંદિર સામે અજાણી કારના ચાલક દ્વારા પોતાની કાર પુર ઝડપે ચલાવી સસરા-જમાઈને ઠોકર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા ત્યારે પાછળ આવી રહેલ બીજું બાઇક અકસ્માતગ્રસ્ત બાઇક સાથે ભટકાતા તે બાઇક ઉપર સવાર બંને સગા ભાઈઓ પણ રોડ ઉપર પટકાયા હતા. ત્યારે ચારેય પૈકી પ્રૌઢને કપાળમાં થયેલ ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જી અજાણી કારનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વેલનાથપરામાં રહેતા નવઘણભાઈ રાયસિંગભાઈ ચારોલા ઉવ.૨૪ તથા તેમના પિતા, ભાઈ રાહુલભાઈ તેમજ તેમના બનેવી રોહિતભાઈ એમ ચારેય ગઈ તા.૨૧/૦૯ના રોજ બે અલગ અલગ મોટરસાયકલમાં ટંકારા તાલુકાના મિતાણા ગામે વ્યવહારિક કામ પૂર્ણ કરી પરત રાજકોટ આવતા હતા. ત્યારે નવઘણભાઈ તથા તેમના ભાઈ રાહુલભાઈ હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-એમસી-૫૯૧૧ માં હતા. જ્યારે તેમના બનેવી અને પિતાજી હીરો સ્પેલન્ડર રજી.નં. જીજે-૧૩-એબી-૪૮૪૪ જતા હતા ત્યારે મિતાણા નજીક દિવ્યશક્તિ બહુચરધામ મંદિર પાસે પાછળથી પુરઝડપે આવતી અજાણી ફોરવ્હીલ કારે નવઘણભાઈના બનેવીના બાઇકને ઠોકર મારતા તેમના પિતાજી અને બનેવી રોડ ઉપર પડી ગયા હોય ત્યારે અચાનક રોડ ઉપર બ્રેક ન લાગતા નવઘણભાઈનું બાઇક પણ તેમના બનેવીના બાઇક સાથે અથડાતા તેઓ બંને ભાઈ પણ રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતની આ ઘટનામાં ચારેય વ્યક્તિઓને ઇજાઓ પહોંચો હતી ત્યારે ૧૦૮ મારફત ચારેય ઇજાગ્રસ્તોને ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં નવઘણભાઈના પિતાને સારવાર મળે તે પહેલાં તેઓને ડોક્ટરે જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા. જ્યારે નવઘણભાઈ તેમના ભાઈ તથા બનેવીને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણી ફોર વ્હીલ ચાલક પોતાનું વાહન લઈ અકસ્માતના સ્થળેથી નાસી ગયો હોય ત્યારે સમગ્ર બનાવ અંગે નવઘણભાઈ દ્વારા ટંકારા પોલીસ મથકે આરોપી અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!