Friday, October 4, 2024
HomeGujaratમોરબી શનાળા ગામ નજીક સુપરકેરી વાહન હડફેટે બાઇક સવાર પ્રૌઢનું મોત

મોરબી શનાળા ગામ નજીક સુપરકેરી વાહન હડફેટે બાઇક સવાર પ્રૌઢનું મોત

રોડ ઉપર પટકાયેલ બાઇક ચાલકના માથા ઉપર સુપર કેરી વાહનનું ટાયર ફરી વળતા સ્થળ ઉપર મૃત્યુ

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઇક લઈને પરત પોતાના ગામ ચાચાપર જઈ રહેલ ખેડૂતને સુપર કેરી વાહનના ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર સામે રોડ ઉપર બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક રોડ ઉપર પડી ગયા હતા ત્યારે ખેડૂતના માથામાં સુપરકેરી વાહનનું વ્હીલ ફરી વળતા બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા નરભેરામભાઈ નારણભાઇ પનારા ઉવ.૬૩એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે આરોપી સુપરકેરી વાહન રજી. જીજે-૩૬-વી-૧૫૯૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા. ૦૩/૧૦ના રોજ નરભેરામભાઈના નાનાભાઈ રાજેન્દ્રભાઇ કોઈ કામ સબબ સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-ડીઆર-૬૫૭૨ ઉપર ચાચાપરથી મોરબી આવ્યા હોય જે બાદ સાંજના મોરબીથી પરત ચાચાપર જઈ રહ્યા હોય ત્યારે શનાળા રોડ શક્તિ માતાજીના મંદિર સામે રોડ ઉપરથી રાજેન્દ્રભાઇ પસાર થઈ રહ્યા હોય ત્યારે પાછળથી સુપરકેરી વાહન ચાલક આરોપીએ પોતાનું વાહન બેદરકારીથી ચલાવી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સહિત રાજેન્દ્રભાઇ રોડ ઉપર પડી ગયા હતા ત્યારે પાછળથી સુપરકેરી વાહનનું વ્હીલ રાજેન્દ્રભાઇ ઉપર ફરી વળતા માથામાં ગંભીર ઇજાને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ સુપરકેરી વાહનનો આરોપી ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રાખી નાસી ગયો હતો. હાલ પોલીસે સુપરકેરી વાહનના આરોપી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!