Friday, January 10, 2025
HomeGujaratટંકારાના મિતાણા નજીક ટ્રક હડફેટે બાઇક સવાર રાજકોટનું દંપતી ખંડિત થયું,પતિની નજર...

ટંકારાના મિતાણા નજીક ટ્રક હડફેટે બાઇક સવાર રાજકોટનું દંપતી ખંડિત થયું,પતિની નજર સમક્ષ પત્નીનું મોત

ટંકારા:રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ કરી ટંકારા તાલુકાના શક્તિનગર ગામથી બાઇક ઉપર પરત રાજકોટ જય રહેલા દંપતીને મિતાણા નજીક રોડ અકસ્માત નડ્યો હતો જેમાં લોખંડ ભરેલ ટ્રકે મિતાણા ઓવરબ્રિઝ નીચે સર્વિસ રોડ ઉપર બાઇકને હડફેટે લેતા પતિ પત્ની બાઇક નીચે પટકાયા હતા. ત્યારે પત્ની રોડ ઉપર પડી જતા ટ્રકનું વ્હીલ તેના ઉપર ફરી વળતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પતિને પગના ભાગે મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ અકસ્માતના બનાવ બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ટંકારા તાલુકાના શક્તિનગરના વતની હાલ રાજકો-મોરબી રોડ બ્રાહ્મણી પાર્ક-૨ માં રહેતા ગણેશભાઇ મેઘજીભાઇ ગજેરા ઉવ.૬૧ અને તેમના પત્ની ગોદાવરી બહેન ગત તા.૧૯/૦૮ના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિતે પોતાના વતન શક્તિનગર ગામે આવ્યા હતા જ્યાંથી સાંજે હોન્ડા સાઈન બાઇક રજી. જીજે-૦૩-એમએફ-૬૮૩૮ ઉપર રાજકોટ પરત જઈ રહ્યા હોય ત્યારે મિતાણા ઓવરબ્રીજ નીચે સર્વીસ રોડ ઉપર ટ્રક રજી.જીજે-૧૨-એટી-૮૪૮૭ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી બાઇકને સાઈડમાંથી અથડાવતા ગણેશભાઈ અને ગોદાવરીબેન બાઇક નીચે પડી ગયા હતા, ત્યારે ગોદાવરીબેન રોડ ઉપર પડતા તેની ઉપર ટ્રકનું પાછળનું વ્હીલ ફરી વળતા તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે ગણેશભાઈને ઢીંચણમાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતના બનાવ બાબતે ગણેશભાઈએ ટ્રક ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!