મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ વાડીએ પાર્ક કરેલ બાઇકની ચોરી થયા અંગે ખેતશ્રમિક યુવક દ્વારા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ તાલુજ પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, છોટાઉદેપુર જીલ્લાના ઘડા ગામના વતની હાલ રાજપર ગામની સીમમાં જગદીશભાઈ મૂંદડીયાની વાડીમાં રહેતા ખેતશ્રમિક દેવલાભાઈ તેરીયાભાઈ નાયકા ઉવ.૩૬એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૧/૧૧ ના રોજ દેવલાભાઈ પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૩૪-આર-૨૨૩૯ વાળું લઈને રાજપર ગામમાં કરીયાણુ લેવા ગયા હતા, જ્યાંથી પરત આવી તેઓએ તેમનું બાઇક દિલીપભાઈ વાઘડીયાની વાડીએ રાખીને ચાલીને જગદીશભાઈની વાડીએ પોરની ઓરડીએ ચાલ્યા ગયા હતા, ત્યારે બીજે દિવસે સવારે તા.૦૨/૧૧ના રોજ ઉપરોક્ત રાખેલ બાઇક ત્યાં જોવાના ન આવતા, બાઇક અંગે આજુબાજુની વાડીએ તેમજ રાજપર ગામમાં તપાસ કરી હતી પરંતુ બાઇક નહિ મળી આવતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









