મળતી માહિતી અનુસાર નાની વાવડી ગામે સિધ્ધી વિનાયક પાર્ક-૦૨ સોસાયટી શેરી નં-૦૧ માં રહેતા વીજયગીરી આનંદગીરી ગૌશ્વામી ઉવ-૨૯ એ ગત તા.૧૪/૧૧ના રોજ રાત્રીના પોતાનું મોટર સાયકલ રજી. જીજે-૩૬-એએન-૧૫૦૫ વાળું બજાજ કંપનીનું પલ્સર પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું, તે કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમો તે જગ્યાથી ચોરી કરી લઈ ગયા હોવા અંગેની અત્રેના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.