હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડી બહાર પાર્ક કરેલ ખેત શ્રમિકના મોટરસાયકલની ચોરી થયા અંગે અત્રેના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે હળવદ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, પટેલ ફળીયું ચાંદરમુલી ગામ મધ્યપ્રદેશના વતની હાલ હળવદના સુંદરગઢ ગામે રાજુભાઇ દલવાડીની વાડીએ ખેત મજૂરી કરતા શંકરભાઇ પોતીયાભાઈ જમોરા ઉવ.૩૦ એ ગઈ તા.૦૭ જુનના રોજ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. એમપી-૬૯-ઝેડબી-૮૯૯૨ મોટર સાયકલ વાડીની ઓરડીની બહાર પાર્ક કર્યું હતું, જે બાદ તા.૦૮/૦૬ ના રોજ સવારે ઉપરોક્ત મોટર સાયકલ ત્યાં ન હોય જેથી મોટર સાયકલની પોતાની રીતે શોધખોળ કરતા મળી આવેલ ન હોય, ત્યારે મોટર સાયકલ ચોરી થયા અંગે પ્રથમ ઓનલાઇન એફઆઈઆર કર્યા બાદ હળવદ પોલીસ મથકે રૂબરૂ અજાણ્યા વાહન ચોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.