મોરબી જિલ્લામાંથી બે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મુળ દાહોદનાં વતની અને હાલ મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર સોનેટ સેનેટરીવેર કારખાનાની મજુર ઓરડીમાં રહેતા ચંદ્રકાન્તભાઈ મથુરભાઈ પરમારએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ જુલાઈના રાત્રીનાં આઠેક વાગ્યાથી તા. ૨૫ જુલાઈના સવારનાં ચારેક વાગ્યા દરમ્યાન સોનેટ સેનેટરીવેર લાલપરની મજુર ઓરડી પાસેથી ફરિયાદીનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે-૩૬-કે-૦૯૦૪ (કિં.રૂ.૨૫૦૦૦/-) વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં મુળ ઉતરપ્રદેશનાં વતની હાલ લગધીરપુર રોડ પર સીરામીક પ્લાઝા-૨ સામે નર્સરીમાં રહેતાં કિશનપાલસિંઘ લાલારામ કુંભારએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૫ એપ્રિલનાં રાત્રીના દશ વાગ્યાથ તા. ૬ એપ્રિલનાં સવારનાં ૬ વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે નર્સરીની બાજુમાં પાર્ક કરેલુ ફરિયાદીનુ હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૦૩-કેઆર-૩૭૨૫ (કિં.રૂ.૧૫,૦૦૦/-) વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.