વાંકાનેર ટાઉનમાં ગુલાબનગરમાં રહેતા ઇમ્રાનભાઇ અબ્બાસભાઇ ખલીફા ઉવ.૩૦ ગઈ તા.૨૯/૦૪ ના રોજ પોતાનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૧૦-કે-૮૮૦૭ વાળું ધરમચોક નજીક પીરમસાયક હોસ્પિટલ પાસે પાર્ક કરેલ હોય ત્યારે આ મોટર સાયકલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હોય, ત્યારે બાઇક ચોરી માટે ઇમરાનભાઈએ ઈ-એફઆઈઆર નોંધાવી હતી.
ઉપરોક્ત ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ચોરાયેલ બાઇકને શોધવા કવાયત શરૂ કરી હોય તે દરમિયાન પોલીસે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલની પાસે આવેલ ખુલ્લા પટ્ટમાંથી રાજકોટના રીઢા વાહન ચોર હનીફશા ઇબ્રાહિમશા શાહમદારને પકડી લઈ ગણતરીની કલાકોમાં વાહન ચોર આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો, આ સાથે વાંકાનેર પોલીસે પકડાયેલ આરોપી પાસેથી ઉપરોક્ત ઇમ્રાનભાઇ ખલીફાનું ચોરી થયેલ સ્પ્લેન્ડર બાઇક રિકવર કર્યું હતું. હાલ પોલીસે આરોપીને પકડી લઈ તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.