મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાઈકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા તેમજ ચોરાયેલ મુદામાલ પકડી પાડવા કડક સુચના આપેલ હતી. જેને લઈ વાંકાનેર સીટી પોલીસ દ્વારા પોકેટકોપની મદદ લેવામાં આવી હતી અને પોકેટકોપની મદદથી મોટરસાઈકલ ચોરીના ગુનાનો વાંકાનેર સીટી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ મોટરસાઇકલ સાથે પોલીસે એક ઈસમને પણ પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોટરસાઈકલ ચોરીના ગુનાને લઇ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ છાસીયા તથા સર્વેલન્સ ટીમના માણસો દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સ, હ્યુમન સોર્સથી તેમજ પોકેટ કોપનો ઉપયોગ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અમરસર ફાટક પાસેથી ચોરી થયેલ હીરો કંપનીના GJ-36-A-1855 નંબરનાં સ્પેન્ડર બાઈકની ચોરીનાં ગુનાનો પોલીસે ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી નાખી આકીબ આબીદભાઈ કડીવાર નામના આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.