વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા યુવાને નવા બનતા કારખાનામાં કામ રાખ્યું હતું. આ બાબતે આરોપીઓને ન ગમતા કુહાડી સાથે ઘસી આવેલા ત્રણ શખ્સોએ યુવાનને આંતરી લઈ મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર રંગપર ગામે રહેતા ભરતભાઇ રાણાભાઇ મકવાણા નામના 32 વર્ષીય યુવાને નવા બનતા કારખાનામાં કામ રાખ્યું હતું. જેનો ખાર રાખી આરોપી ગેલાભાઇ મોતીભાઇ આલને ન ગમતા મેસરીયા બોર્ડથી આગળ ગામ તરફ જવાના રસ્તે ગેલાભાઇ મોતીભાઇ આલે હાથમાં કુહાડી લઇને આવી તથા મુન્નાભાઇ હામાભાઇ હણ (રહે.બન્ને રંગપર તા.વાંકાનેર જી.મોરબી) તથા અન્ય એક અજાણ્યો શખ્સે સીલ્વર કલરની સ્વીફ્ટ કારમાં આવી ભરતભાઇને ઉભો રાખી ગાળો બોલી ગેલાભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ભરતભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC ક ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી છે.