મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર વધુ એક અકસ્માતના બનાવમાં બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં ટ્રક-ટેન્કર ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી ફૂલ સ્પીડમાં આજુબાજુ જોયા વગર ટેન્કર રોડ ક્રોસ કરાવતા વખતે મોટર સાયકલને હડફેટે લેતા બાઇક ચાલક નીચે પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો.
મળતી વિગતો અનુસાર માળીયા(મી) તાલુકાના ભારતનગર(વાધરવા)ગામે બરહેતા કાર્તિકભાઈ અમુભાઈ ધ્રાંગા ઉવ.૨૬ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે કાર્તિકભાઈના પિતા અમુભાઈ ગયી તા.૨૪/૦૨ના રોજ બાઇક રજી.નં. જીજે-૦૩-સીએફ-૮૨૦૩ લઈને મોરબી-માળીયા(મી) નેશનલ હાઇવે ઉપર જતા હોય ત્યારે ટ્રક ટેન્કર રજી નં-જીજે-૧૨-એડબલ્યુ-૯૫૦૪ના ચાલકે પોતાનું વાહન વધુ સ્પીડમાં ચલાવી આજુબાજુમાં જોયા વગર નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતા પોતાની કાયદેસરની લેનમાં આવતા અમુભાઇ જેસંગભાઇ ધ્રાંગાના મોટર સાયકલ હીરોહોન્ડા સ્પેલેન્ડર પ્લસને ઠોકર મારતા, અમુભાઈ મોટર સાયકલ સાથે રોડ પર પટકાઇ જતા માથામાં તથા જમણા પડખામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતની આ દુર્ઘટના બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. હાલ મૃતકના દીકરાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.