મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૩૨-જીડી-૯૩૮૩ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફિકરાઇથી ચલાવી બાઇક રજી.નં.જીજે-૦૧-યુજે-૨૩૬૩ ના ચાલક સલીમખાન ભુરાખાન પઠાણ રહે.હાલ મોરબી તાલુકાના અમરનગર રવિ પ્લાઝા-૨ કોમ્પ્લેક્ષ એસ.ઈ.સી ક્રેઇન સર્વિસ ઓફિસમાં મૂળ અમદાવાદ અજિત રેસિડેન્સી રખીયાલ ઉદ્યોગ વિસ્તારવાળાને ગઈ તા.૦૩/૦૩ના રોજ મોરબીના કાંતિનગર ખાતે નમાઝ પઢવા જઈ રહ્યા હોય ત્યારે તેઓને બાઇક સહિત હડફેટે લેતા સલીમખાનને પગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતા તેમની સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માતમાં મૃત્યુ અંગે મૃતકના દીકરા સલમાનખાન પઠાણની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.