હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા વિપુલભાઇ ઉર્ફે કાલુ હરખાભાઇ પરમાર ઉવ.૩૨ ગઈ તા. તા-૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાની પાસે રહેલ હોન્ડા કંપનીનું મોટર સાયકલ રજીસ્ટર નંબર જીજે-૩૬-એબી-૮૧૫૪ વાળુ લઇને હળવદ થી ઇશનપુર આવતી વખતે જુના વેગડવાવ ગામ પાસે નદીના વોકળા પાસે આવેલ બંધ પેટ્રોલપંપ પાસે રોડ ઉપર પહોચતા રાત્રીના અંધારામાં રોડ ઉપર વળાંક હોય જે વળાંક નહી વળતા મોટર સાયકલને બ્રેક મારતા તે સ્લીપ થઈ પડી જતા વિપુલભાઈને માથાના પાછળના ભાગે તથા બન્ને હાથે તથા શરીરે છોલછાલ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હળવદ પોલીસની તપાસમાં મૃતકના મોટાભાઈ હરદીપભાઇ હરખાભાઇ પરમાર દ્વારા આપવામાં આવેલ વિગતોને આધારે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.