Monday, November 17, 2025
HomeGujaratહળવદના શીવપુર નજીક સ્કોર્પિયો કારની હડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ

હળવદના શીવપુર નજીક સ્કોર્પિયો કારની હડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ

હળવદના શીવપુર ગામ નજીક ચેપાકુવા રોડ પર સ્કોર્પિયો કાર ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડ અને બેદરકારીપૂર્ણ રીતે ચલાવી બાઇકને હડફેટે લેતા, બાઇક ચાલક યુવકનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈએ હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના શીવપુર ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ફરીયાદી કિશન રમેશભાઈ દંતેસરીયા ઉવ.૨૭ રહે. જામસર વાંકાનેર વાળા દ્વારા હળવદ પોલીસ મથકમાં આપેલ ફરિયાદ અનુસાર, ગઈ તા.૧૪/૧૧ના રોજ ચેપાકુવાથી શીવપુર તરફ જતા રોડ પર સફેદ કલરની સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૩૬-ટી-૧૪૭૭ ના ચાલકે પોતાની કાર બેદરકારી અને ગફલતભરી રીતે ફુ સ્પીડમાં વાહન હંકારતાં સામેથી આવતા મોટરસાયકલ જીજે-૩૬-એચ-૯૧૧૬ ને જોરદાર ટક્કર મારી અક્ષણત સર્જ્યો હતો. આ અક્ષણતના બાનાવમાં મોટરસાયકલ ચાલક મેહુલભાઈ રમેશભાઈ દંતેસરીયા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના માથા અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું. આ સંદર્ભે હળવદ પોલીસે આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!