Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેર નજીક કારની હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત : ફરિયાદ નોંધાઈ

વાંકાનેર નજીક કારની હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત : ફરિયાદ નોંધાઈ

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના છત્તર ગામે રહેતા અને ભંગારની ફેરીનો ધંધો કરતા ભાયલાલભાઇ ચકુભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામના યુવાન ગત તા.૨ ના રોજ વાંકાનેરના વાંકીયા ગામ પહેલા આવેલ પુલ પાસેથી પોતાનાં જીજે-૩-ઈએસ-૮૩૨૦ નંબરનાં બાઈક પર પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપી સ્વીફ્ટ કાર નં. જીજે-૦૩-ડીજી-૫૦૫૨ નાં ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચાલવીને આ બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા પહોંચી હતી. આ બાબતે બાઈક ચાલકે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!