Friday, December 27, 2024
HomeNewsTankaraટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામમાં અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત :...

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામમાં અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત : ફરીયાદ નોંધાઈ.

ગત તા. 19ના રોજ મોટા ખીજડીયા ગામમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ નં- જી.જે-૩૬-એમ-૧૩૮૯ લઇ બાઇકચાલક મોરબી ખાતેથી કડીયા કામ પુરૂ કરી તેના ગામ નાના ખીજડીયા આવતા હતા તે દરમ્યાન મોટા ખીજડીયા ગામે સતીમાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતા કોઇ અજાણ્યા વાહનની ઠોકર લાગતા તેમણે મોટર સાયકલના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આથી, તેનું મોટરસાઈકલ રોડની નીચે ઉતરી જતા રોડ પાસે સાઇડમાં આવેલ પીપળનાં ઝાડ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા તથા જમણા પગે ફ્રેકચર જેવી ઇજા થતાં તેનું મૃત્યુ થયું હતું તેમજ અજાણ્યો વાહનચાલક નાશી છૂટ્યો હતો. ગઈકાલે તા. 23ના રોજ મૃતકના ભાઈ રમેશભાઇ રાણાભાઇ લાધવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!