Tuesday, January 7, 2025
HomeGujaratવાંકાનેર-ચોટીલા હાઇવે પરના ભલગામ નજીક ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત

વાંકાનેર-ચોટીલા હાઇવે પરના ભલગામ નજીક ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત

વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર આવેલા ભલગામ નજીક રોંગ સાઈડમાંથી બેફામ સ્પીડે આવતા ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક શ્રમિકનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર આવેલ ભલગામ નજીકથી બાઇક લઇ પસાર થતા દીનેશભાઇ છગનભાઇ ગણાવાને રોંગ સાઈડમાં આવતા ટ્રક નંબર જી.જે.૦૭.યુ.યુ.૬૮૬૦ના ચાલકે હડફેટે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઇક ચાલક દિનેશભાઇને હાથમા તથા પગમા ફેક્ચર સહિતની ઇજા તથા છાતીમા તથા માથામા ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બનાવમાં શ્રમિકનું મોત નીપજયું હોવાનુ સામે આવ્યું છે.

આ બનાવને પગલે ટ્રક ચાલક ટ્રક મુકી નાશી ગયો હોવાથી મૃતકના મોટાભાઈ મનુભાઇ છગનભાઇ ગણાવા, (ઉ.વ. ૪૫) ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!