હળવદના મોરબી રોડ પર આવેલ મેરૂપર ગામના પાટીયા નજીક બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.જેમા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. તો તેમની બાઇક પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં શના કાભલા નાયકા એ કરેલ ફરિયાદ અનુસાર હળવદ મોરબી રોડ પર મેરૂપર ગામના પાટીયા નજીક સેન્ટ્રો મોટરકાર રજી.નં-જી.જે.૦૧ એચ.બી. ૨૯૬૭ ના ચાલકે પુર પાટ વેગે કાર ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ફરીયાદીના ભાઇ મુકેશભાઇના હિરો સુપર સ્પ્લેન્ડર મો.સા. રજી.નં જી.જે.૦૬ ઇ.એસ. ૦૧૪૨ સાથે અથડાઈ હતી જે અકસ્માત મુકેશભાઇને માથામા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે ઇજા જીવલેણ નિવડતા મુકેશભાઇનું મોત નિપજ્યું હતું. તો બાઇક પાછળ બેસેલ સાહેદ કિશન કંચનને પણ માથામા અને શરીરના ભાગેનાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે શના કાભલા નાયકાએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં અવ્યો હતો. તો ઇજાગ્રસ્ત ને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.