દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીનાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણનાં દિવસે મોરબી શહેરની અલગ અલગ જગ્યાઓ પર ઘાયલ પક્ષી સ્વીકારી તેમની સારવાર કરવામાં આવશે.
મોરબીનાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન શરૂ કરાયું છે. જેમાં પતંગની દોરીથી ધાયલ થયેલ પક્ષીઓને સારવાર કરવામાં આવશે. જેના માટે મોરબીના કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, બાપાસિતારામ ચોક, રવાપર રોડ, પંચાસર રોડ હનુમાન મંદિર સામે., નેહરુગેટ ચોક તેમજ મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી 2 ખાતે કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. જેમાં માટે હેલ્પલાઈન નંબર 7574885747 / 7574868886 જાહેર કરવામાં આવ્યા છે. જે હેલ્પલાઇન પર 24×365 સેવા ચાલુ રાખવામાં આવશે. તેમજ ઘાયલ થયેલ પક્ષીઓને સ્થળો પર પહોચાડવામાં આવે તેવી વિનંતી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. જે ઘાયલ પક્ષીઓની સ્ટાફ દ્વારા વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે…