તલાટી મંત્રી દ્વારા ગ્રામ પંચાયત કચેરીએ જન્મ-મરણ નોંધણીના દાખલાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
મોરબી મહાનગરપાલિકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેનારા નાગરિકોને હવે જન્મ અને મરણ નોંધણી માટે મહાનગરપાલિકામાં જવાનું રહેશે નહીં. ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રી દ્વારા આ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાએ પ્રસિદ્ધ કરેલ યાદી મુજબ મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી, અમરેલી, ભડિયાદ-જવાહર, ત્રાજપર-માળિયા વનાળીયા, મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના દાખલાને લગત કામગીરી માટે તેમના વિસ્તારની ગ્રામ પંચાયત કચેરીએથી તલાટી મંત્રી દ્વારા આ કામગીરી સરળતાથી થઇ શકશે તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ ત્યાંથી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.