Monday, November 25, 2024
HomeGujaratગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એસપી સુબોધ ઓડેદરાનો જન્મદિવસ

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એસપી સુબોધ ઓડેદરાનો જન્મદિવસ

મોરબી એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર એસપી તરીકે ફરજ બજાવતા સુબોધ રામદેવભાઈ ઓડેદરાનો આજે જન્મદિવસ દિવસ છે મોરબીના એસપી તરીકે ના કાર્યકાળ દરમિયાન તેઓએ ટ્રાફિક અને ક્રાઈમ પર પોતાની પકડ દાખવી હતી દેખાવ માં નહિ પરંતુ કામને જ તેની પ્રગતિનું પગથિયાં બનાવી તેઓ આગળ વધ્યા છે વર્ષ ૨૦૦૫ માં ડીવાયએસપી તરીકે તેઓ પસંદગી પામ્યા હતા બાદમાં તેઓએ વડોદરા ડીવાયએસપી, રાજકોટ ડીસીપી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે તેઓ માણસાઈ નું ઉત્તમ ઉદાહરણ જોવા જઈએ તો એસ.આર.ઓડેદરા ના મોરબી એસપી તરીકેના કાર્યકાળ દરમિયાન માનવતા મહેકાવતો કિસ્સો જોવા જઈએ તો મોરબી જિલ્લામાં માનસિક અસ્થિર મહિલા પર દુષ્કર્મ થયું હતું અને આરોપીઓએ વિડિઓ વાયરલ કર્યો હતો જે બાબતે એસપી ઓડેદરા એ આરોપીઓ પર કડક કાર્યવાહી તો કરી જ હતી પરન્તુ એ ભોગ બનનાર માનસિક અસ્થિર મહિલા અને તેના બાળક વિશે પણ ચિંતા કરી ને મહિલા અને તેના બાળક ને સ્વૈચ્છિક સંસ્થામાં રહેવાની સગવડ કરી આપી હતી તેમજ બાળક ના સ્કૂલ થી લઈને ઉચ્ચત્તર શિક્ષણ સુધી ની તમામ જવાબદારી મોરબી પોલીસે ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો અને મોરબી પોલીસના સ્વખર્ચે ભંડોળ એકત્ર કરી બાળક ના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી અને એ રકમ બાળકના ઉછેર માટે વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મેર કુટુંબમાં જન્મેલા સુબોધભાઈના પિતા રામદેવભાઈ ઓડેદરા પણ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પિતાએ આપેલા સિદ્ધાંતો પર ચાલવાનું તેઓએ નક્કી કરી તેઓ પણ પોલીસ વિભાગના જીપીએસસી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને ડીવાયએસપી બન્યા હતા અત્યંત શાંત અને લાગણીશીલ સ્વભાવ અને વર્તનમાં સહજતા રાખે છે અને મિત્રો હોય કે વૃદ્ધ ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપવામાં માનતા એસપી સુબોધ ઓડેદરા પોલીસ પરિવાર માટે પણ લાગણીનો દરિયો છે કોઈને ખબર વિના જ તેઓ પોલીસકર્મીઓના પરિવાર ની જેને મદદની જરૂર હોય તેને પહોંચાડી દે છે જેની પહેલી શરત ગુપ્ત રાખવાની હોય છે ત્યારે આજે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા એસપી એસ.આર.ઓડેદરા ના જન્મદિવસ પર ઠેરઠેર થી આગળના સમયમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને મોરબી મિરર ટીમ દ્વારા પણ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!