જન્મદિવસને માત્ર વ્યક્તિગત આનંદની ઉજવણી સુધી સીમિત ન રાખી, તેને સમાજસેવા અને માનવતાના ઉત્સવમાં પરિવર્તિત કરવાની પ્રેરણાદાયી પરંપરા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત આગળ વધારવામાં આવી રહી છે. “આપવાનો આનંદ” અભિયાન હેઠળ સેવાભાવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંવેદના, સમરસતા અને સહકારનો સંદેશ વહેંચવાનો સંકલ્પ લેવાયો છે.
આ જ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપના મેંટર અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીના ભાઈ શ્રી દિનેશ રબારીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે વંચિત બાળકો સહિત જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું. સાથે વર્તમાન ઠંડીના માહોલમાં કોઈપણ વ્યક્તિ ઠંડીથી અસુરક્ષિત ન રહે તે હેતુથી થાબડા તથા ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકાર્ય દ્વારા જન્મદિવસને “સેવા દ્વારા સમાજને કંઈક આપવાનો આનંદ” સાથે ઉજવવાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો. યંગ ઇન્ડિયા ગ્રુપ માને છે કે સાચી ઉજવણી એ છે, જ્યાં કોઈ ભૂખ્યો તૃપ્ત થાય અને કોઈ ઠંડીથી સુરક્ષિત બને.
આ અવસરે ડૉ. દેવેન રબારી દ્વારા ભાવનાત્મક સંદેશ આપવામાં આવ્યો કે “જીવનમાં સાચો આનંદ મેળવવાનો રસ્તો
કંઈક મેળવવામાં નહીં,પરંતુ કંઈક આપવાના ભાવમાં છુપાયેલો છે.
જ્યારે કોઈ ભૂખ્યા હાથને ભોજન મળે,જ્યારે ઠંડીમાં કાંપતા શરીરને ગરમી મળે,ત્યારે જન્મદિવસનો સાચો અર્થ સાકાર થાય છે.
યંગ ઇન્ડિયા ગ્રુપની આ સેવા-પરંપરા માનવતા, સંવેદના અને સમરસતાનો અવિરત પ્રવાહ બની રહે એ જ અમારો સંકલ્પ છે.”









