Saturday, December 28, 2024
HomeGujaratરાજકોટ સાંસદ માટે કડવા પાટીદાર ઉમેદવાર લગભગ નક્કી:મહાનગરપાલિકામાં લેઉવા પાટીદારોને પદ આપી...

રાજકોટ સાંસદ માટે કડવા પાટીદાર ઉમેદવાર લગભગ નક્કી:મહાનગરપાલિકામાં લેઉવા પાટીદારોને પદ આપી દેવાયા

રાજકોટ શહેર-જિલ્લામાં બહુમતી મતદારો લેઉવા પટેલ હોવા છતા લોકસભાની બેઠક ઉપર કડવા પાટીદાર ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ અપાતી હોય, જ્ઞાતિના સમીકરણોનું સંતુલન જાળવવા આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટનું મેયર પદ અને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ લેઉવા પાટીદાર મહિલાઓને ફાળવી દેવામાં આવ્યું છે સાથે કારોબારીનું ચેરમેન પદ પણ લેઉવા પટેલને અપાયું છે જેનો સીધો મતલબ એ છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં પણ રાજકોટ બેઠકના ઉમેદવાર કડવા પાટીદાર સમાજમાંથી રિપીટ થશે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે લેઉવા પટેલ મહિલા કોર્પોરેટર નયનાબેન પેઢડીયાની વરણી કરવામાં આવી છે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખપદે લેઉવા પાટીદાર મહિલા સભ્ય પ્રવિણાબેન રંગાણી ઉપર ભાજપે પસંદગી ઉતારતા શહેર તથા જિલ્લા બન્નેમાં પાટીદાર મહિલાઓનું શાસન આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની સૌથી મહત્વની એવી કારોબારી સમિતિનું ચેરમેન પદ પણ લેઉવા પાટીદારને આપી દેવાયું છે. રાજકોટ લોકસભા બેઠક ઉપરથી હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયા સતત બે ટર્મથી ચૂંટાઈ આવે છે પરંતુ, ત્રીજી ટર્મમાં તેને રીપીટ કરવા સામે શંકાઓ પ્રવર્તી રહી છે. ત્યારે કુંડારીયાને ફરી ટીકીટ આપવામાં આવે નહીં તો પણ રાજકોટ લોકસભાની ટીકીટ કડવા પાટીદાર સમાજના જ કોઈ નવા ચહેરાને આપવામાં આવે તેવું નિશ્ર્ચિત થઈ ગયું છે.

જો રાજકોટ લોકસભાની બેઠક ઉપર લેઉવા પટેલ ઉમેદવાર પસંદ કરવાના થાય તો ડો.ભરત બોઘરા ઉપરાંત ડો.વલ્લભભાઈ કથીરિયા સહિતના દાવેદારો છે પરંતુ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર પદ ઉપરાંત જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અને કારોબારી સમિતિનું ચેરમેન પદ પણ લેઉવા પટેલ સમાજના ઉમેદવારોને આપી દેવાતા લોકસભાની બેઠક કડવા પાટીદાર ઉમેદવારને ફાવવાનું નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. રાજકોટ લોકસભાની બેઠક ઉપર ટીકીટ માટે હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયા દાવેદાર માનવામાં આવે છે. આ સિવાય કડવા કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલાને પણ રાજકોટની સિક્યોર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડાવવાનો વિકલ્પ છે. આ ઉપરાંત કડવા પાટીદાર સમાજમાંથી બ્રિજેશ મેરજા તેમજ ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયાને પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!