મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઉમા સંસ્કાર ધામના પ્રથમ પાટોત્સવ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે
મોરબીના ઉમા સંસ્કાર ધામ ખાતે પ્રથમ પટોત્સવમાં યજ્ઞ, આનંદનો ગરબો,સ્નેહમિલન મહા પ્રસાદ,ઉમા સંસ્કાર દર્શન અંક વિમોચન,રાસ ગરબાની રમઝટ જેવા કાર્યક્રમો યોજાશે
મોરબી ઉમા સંસ્કાર ધામના પ્રથમ પટોત્સવમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરાશે
મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ભવ્યાતિભવ્ય ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે,આ ધામ દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા જનસેવા કરવામાં આવે છે,ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ આગામી 5,મી નવેમ્બર-૨૦૨૫ ના રોજ યોજાશે જેમાં સવારે 8.00 વાગ્યાથી 11 અગિયાર કુંડી હવન જપ તપ યજ્ઞ, બપોરે 2.00 વાગ્યે આનંદનો ગરબો,સાંજે 5.00 વાગ્યે સ્નેહમિલન યોજાશે જેમાં ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પોને લોકો સમક્ષ મૂકવામાં આવશે,સમાજ શ્રેષ્ઠીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે તેમજ તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ,કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાશે,ઉમા સંસ્કાર ધામ દ્વારા થતા વિવિધ સેવાકીય પ્રકલ્પોની વિગતો, સામાજિક ઉત્થાન માટેના લેખો,પ્રેરક પ્રસંગો, વિશિષ્ટ પ્રતિભા,પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓનો પરિચય વગેરે લેખો સાથેનો “ઉમા સંસ્કાર દર્શન” ત્રિમાસિક અંક બહાર પાડવાનો હોય અંકની પ્રતનું મહાનુભાવો કર કમલોથી વિમોચન કરવામાં આવશે,સ્નેહમિલન સમારોહ બાદ સમૂહ ભોજન મહાપ્રસાદ લેવામાં આવશે,રાત્રે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે,આ સમગ્ર પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી,ઉપ પ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ઉમા સંસ્કાર ધામના ચેરમેન એ.કે.પટેલ તેમજ તમામ ટ્રષ્ટિ દ્વારા મોરબી જિલ્લાના તમામ કડવા પાટીદાર પરિવારોને સમાજ શ્રેષ્ઠીઓને, રાજસ્વી હસ્તીઓને વગેરેને મહાપ્રસાદ તેમજ અન્ય તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ડીઝીટલ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં કડવા પાટીદાર પરિવાર ખુબજ મોટો હોય રૂબરૂ પહોંચી શકાય તેમ ન હોય પટોત્સવમાં ઉપસ્થિત રહેવા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ડીઝીટલ આમંત્રણ સ્વીકારવા આહવાન કરેલ છે









