Monday, December 23, 2024
HomeGujaratચૂંટણી પૂર્વે જ ટંકારાની સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ

ચૂંટણી પૂર્વે જ ટંકારાની સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ

ભાજપની વ્યૂહરચનાથી કોંગ્રેસના ઉમેદવારે નાટકીય રીતે ફોર્મ પરત ખેંચતા ભાજપ ગેલમાં

- Advertisement -
- Advertisement -

ટંકારા : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષો સોંગઠબાજીની ચાલ રમીને એકબીજાને ધોબી પછાડ કરવામાં મેદાને આવ્યા છે જેમાં ભાજપે ચાલ રમી ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ સાવડી બેઠક કબ્જે કરી લીધી છે સાવડી બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

ટંકારા તાલુકા પંચાયતમાં ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે.ખાસ કરીને ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવવા ચાલ રમીને કોંગ્રેસની એક વિકેટ ખેરવી દીધી છે જેમાં ટંકારા તાલુકા પંચાયતની સાવડી બેઠક ઉપર ઢેઢી રીટાબેન ચંદ્રકાન્તભાઈએ કોંગ્રેસના મેન્ડેડ ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે આજે આ કોંગ્રેસના ઉમેદવાર ઢેઢી રીટાબેન ચંદ્રકાન્તભાઈએ નાટકીય ઢબે ફોર્મ પરત ખેંચી લીધું હતું.આથી સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.આથી તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, અગ્રણી પ્રવીણભાઈ લો એ ચાલબાજી રમીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!