સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી, ભાજપે મજબૂત દાવેદારો મેદાને ઉતાર્યા
મોરબી:ફેબ્રુઆરી-૨૦૨૫માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે મોરબી જીલ્લા ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી ઉપરાંત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ખાલી બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લામાં ફેબ્રુઆરી-૨૦૨૫માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે મોરબી જીલ્લાના વિવિધ નગરપાલિકા અને પંચાયત બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઉમેદવારી માટે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા થયા બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ ૧ થી ૭ માં ૨૮ નામો જાહેર કરાયા છે, જ્યારે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી માટે ૭ વોર્ડમાં પણ ૨૮ નામો જાહેર કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે જાહેર થયેલા ઉમેદવારોમાં ચંદ્રપુર (વાંકાનેર): માં ૧ તથા સરવડ (માળીયા મી.)માં પણ ૧, માળીયા(મી) નગરપાલિકા પેટા ચૂંટણી માટે વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૫ માં એક એક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.