મોરબી જિલ્લાની તાલુકા પંચાયટોની આગામી અઢી વર્ષની ટર્મના નવા હોદેદારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં મોરબી જિલ્લાની પાંચે પાંચ તાલુકા પંચાયતો પર ભાજપનો કબ્જો થયો છે.
મોરબી જિલ્લાની પાંચે પાંચ તાલુકા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ પદ પર કિરણબેન જયેશભાઇ રાઠોડ અને કારોબારી ચેરમેનમાં અશ્વિનભાઈ ગોરધનભાઈ પાટડિયાની જીત થઇ છે. જયારે માળિયા મી. તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ પર સુશીલાબેન અશોકભાઈ બાવરવા, ઉપપ્રમખ પદ પર સીતાબેન ચંદુભાઈ લાવડીયા તથા કારોબારી ચેરમેન પદ્દ પર જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગરનાની જીત થઇ છે. તેમજ ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમૂખ પદ માટે છાયાબેન માડવીયા, ઉપપ્રમખપદ માટે ચાર્મીબેન સેજપાલ અને કારોબારી ચેરમેન માટે અલ્પેશભાઈ દલસાણીયાની બિનહરિફ જીત થઇ છે. જયારે હળવદ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ પર પ્રવીણભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ પદ પર રમેશભાઇ જિંજુવાડિયા અને કારોબારી ચેરમેન હર્ષાબેન કોપણીયની બિનહરિફ જીત થઈ છે. જયારે વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે કૈલાસબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ પદ માટે દેવુબેન વિંજવાડિયાની જીત થઇ છે.